• 0
  • No Items available
x

Samaystotra (સમયસ્તોત્ર)


Publisher: Cygnet
Categories: Essays
Book Type: epub
Book Size: 692.66 KB | ISBN(13): 9788184409864


હવે મારી પાસે લિસ્સા અને ખરબચડા સમયની ચિત્રાવલી છે. એની રેખા અને રંગને હવે ઓળખી શકાય છે, એના અંગમાં અને વ્યંગમાં, એના અભિવ્યક્ત અનંગમાં અને અનંતમાં મારા મૌનની અને મૈત્રીની ભાષા ગોઠવાઈ ગઈ છે. મારામાં સમયનો જે સળવળાટ છે તે જ મારા ધ્યાનનું ધૈર્ય છે. હવે મને નનવરાત્રિ અને દિવાળી અને હોળીની પ્રતીક્ષા નથી. હું સમયને હવે સાઠ કે ચોવીસ કે સાત કે બાર કે ત્રણસો પાંસઠ એવા ટુકડામાં જોતો નથી. એ તો એક સળંગ પ્રવાહ છે, પખાળે છે મને, મારી નદી થઈને, મારામાં જ એક ધોધમાર વરસાદ થઈને. સવારના અજવાળાથી ઊઠી જતી તાજગી ઊડીને ઘાસ પર બેસે છે ત્યારે એ જ તો બેઠો હોય છે મારી આંખના આંતરગોળાર્ધ પર, એક સનાતન પક્ષી થઈને.


Hand-picked Items Recommended by Us