• 0
  • No Items available
x

Vihang Naik (વિહંગ નાયક)

Description

વિહંગ એ. નાયક. જન્મ તારીખ: સપ્ટેમ્બર ર, 1969. જન્મ સ્થળ:-- સુરત. રાજ્ય: ગુજરાત. અભ્યાસ: એમ.એ. અંગ્રેજી અને ભારતીય સાહિત્ય અંગ્રેજી અનુવાદમાં, વર્ષ: 1995. બી.એ. અંગ્રેજી સાહિત્ય અને તત્વજ્ઞાન, વર્ષ: 1993. બંને પદવી ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા તરફથી પ્રાપ્ત થઈ. તેમણે પ્રાથમિક શિક્ષણ નવરચના સ્કૂલ, વડોદરામાં મેળવ્યું. તેઓ વર્ષ 1997 થી વ્યાખ્યાતા તરીકે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી અંબાજી આર્ટસ કોલેજ ખાતે ફરજ બજાવે છે. તે પહેલાં વર્ષ 1996--97 માં શ્રીમતી એમ.સી.દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવેલ.

તેમના પ્રકાશનો:-- પોએટ્રી મેનિફેસ્ટો (નવા અને ચુંટેલા કાવ્ય : અંગ્રેજી ભાષામાં કાવ્ય સંગ્રહ) પ્રકાશક: ઈન્ડીયાલોગ પબ્લિકેશન પ્રાઈવેટ લિમિટેડ, નવી દિલ્હી વર્ષ -- ર010. મેકીંગ અ પોએમ (અંગ્રેજી ભાષામાં કાવ્ય સંગ્રહ), પ્રકાશક: એલાઈડ પબ્લીશર્સ પ્રા.લિ., મુંબઈ -- વર્ષ ર004. જીવનગીત (ગુજરાતી ભાષામા કાવ્યસંગ્રહ), પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ -- વર્ષ ર001., સીટી ટાઈમ્સ એન્ડ અધર પોએમ્સ (અંગ્રેજી ભાષામાં કાવ્ય સંગ્રહ), પ્રકાશક: રાઈટર્સ વર્કશોપ, કલકતા--ભારત, વર્ષ 1993. તેમના કાવ્યો ઘણા સામયિકોમાં પ્રકાશિત થયેલ છે: ધી ઈન્ડીયન પી.ઈ.એન., ધી જર્નલ ઓફ ધી પોએટ્રી સોસાયટી (ઈન્ડીયા), ઈન્ડીયન લીટરેચર -- એક દીલ્હી સાહીત્ય એકાદમીનું સામયિક, ધી જર્નલ ઓફ ઈન્ડીયન રાઈટીંગ ઈન ઈંગ્લીશ, કાવ્ય ભારતી, પોએસીસ -- પોએટ્રી સર્કલ, મુંબઈનું સામયિક, ધી બ્રાઉન ક્રીટીક, ધી જર્નલ ઓફ લીટરેચર એન્ડ એસ્થેટીકસ, ધી પોએટ્રી ચેન્જ, પોએટ્રી ટુ ડે, ધી સ્કોરીયા, જે.ઈ.એલ.એફ. કોન્ટોર, રી વેલ્યુએશન્સ, રેપ્લીકા, કાફલા, આર્ટ એન્ડ પોએટ્રી ટુ ડે, સંવેદના, પોએટ--વર્લ્ડ પોએટ્રી સોસાયટી ઈન્ટર કોન્ટીનેન્ટલ, ચેન્નાઈનું સામયિક, ટીચર્સ ઓફ ધી વર્લ્ડ, વગેરે.

બાયોગ્રાફીકલ રેફરેન્સ: ધી ઈન્ટરનેશનલ હૂઝ હૂ ઈન પોએટ્રી, પ્રકાશક: યુરોપા--રોટલેજ પબ્લીકેશન, ટેલર એન્ડ ફ્રાન્સીઝ ગ્રુપ, લંડન, ગ્રેટ બ્રિટન.

તેઓની સાહિત્યીક માહિતીની વેબસાઈટ: vihang.org