• 0
  • No Items available
x

Tongatthi Patro : Maganlal Gandhi (1903-04) (ટોંગાટથી પત્રો : મગનલાલ ગાંધી (1903-04))


Publisher: Navajivan Trust
Categories: History , True Account
Book Type: epub
Book Size: 1416.51 KB | ISBN(13): 9788172298784


મગનલાલ ખુશાલચંદ ગાંધી ગાંધીજીના ભત્રીજા થાય. ગુજરાત અને દેશ તેમને ‘આશ્રમના પ્રાણ’ તરીકે ઓળખે છે. આ પત્રો સત્યાગ્રહી, આશ્રમવાસી મગનલાલના નથી. તેઓ ફિનિક્સ વસાહતમાં જોડાયા તે પહેલાંના વેપારી મગનલાલ છે. મગનલાલભાઈ દક્ષિણ આફ્રિકામાં આવેલા ટોંગાટમાં વેપાર અર્થે થોડાં વર્ષો રહ્યા. એ સમય દરમિયાન ૧૯૦૩ થી ૧૯૦૪ સુધીના કુટુંબીજનો સાથે થયેલા કુલ મળીને ૧૨૮ જેટલા પત્રોનું સંકલન છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના જીવનકાળ દરમિયાન સત્યાગ્રહની શરૂઆત થયા પહેલાં, ફિનિક્સનું વ્રતમય જીવન અપનાવ્યા પહેલાંના પત્રો ગાંધીજીના પણ પ્રમાણમાં ઓછા છે. આ સંજોગોમાં મગનલાલ ગાંધીના ટોંગાટથી લખેલા પત્રોનું મહત્ત્વ વધે છે. આ પત્રો સાબરમતી આશ્રમ અને સુરક્ષા સ્મારક ટ્રસ્ટના દફ્તરમાં સચવાયેલા છે. આ સંકલનમાં મૂળ પત્રો કોઈ પણ ફેરફાર વગર અહીં પ્રકાશિત કરવામાં આવ્યા છે. (પ્રાસ્તાવિકમાંથી)


Hand-picked Items Recommended by Us