• 0
  • No Items available
x

Navi Drushti (નવી દૃષ્ટિ)


Categories: History
Book Type: epub
Book Size: 786.95 KB | ISBN(13): 9789351750857
Download Sample Preview Book From Mobile


‘નવી દૃષ્ટિ’માં કેટલાક લેખો રાજનીતિ સંબંધિત છે, તો કેટલાક સમાજજીવન સંબંધિત છે. અત્યારે ભારતનો સૌથી વિકટ અને મહત્ત્વનો પ્રશ્ન ‘રાજસુખ’નો છે. પ્રાચીનકાળના જુલમી અને નિરંકુશ રાજાઓ જેવી આજે ભલે સ્થિતિ ન હોય તોપણ વહીવટી કુશળતા અને પક્ષપાતરહિત ન્યાયી વ્યવસ્થા જેવી અંગ્રેજોના શાસનમાં હતી, તેવી નથી રહી. આવું થવાનું મુખ્ય કારણ રાજનેતાઓ છે. કર્મચારીઓની નિયુક્તિથી માંડીને બદલીઓ કરવી કે પ્રમોશન આપવા સુધ્ધાંની પ્રત્યેક નાની-મોટી બાબત ઉપર નાના-મોટા રાજનેતાઓની ભયંકર અને ખોટી દખલ શરૂ થઈ ગઈ છે. સતત દખલગીરીના કારણે અધિકારીઓના મૉરલ ઉપર અસર પડી છે, તો બીજી તરફ પક્ષપાતી રીતે પોતાની ચમચાગીરી જ કરતા રહે તેવા અક્ષમ અને અયોગ્ય માણસોની નિયુક્તિઓ થવા લાગી છે. આખું વહીવટી માળખું અક્ષમ અને અયોગ્ય લોકોથી ઊભરાઈ રહ્યું છે! કોઈ પણ સ્વસ્થ રાષ્ટ્ર માટે આ મોટો રોગ છે. એક વાર જો તેને વકરવા દેવામાં આવે તો પછી જલદી કાબૂમાં ન લઈ શકાય. ભારત માટે હજી પણ સાવધાન થવાનો સમય છે. દિનપ્રતિદિન પ્રજા સરકારી-અર્ધસરકારી કાર્યાલયો અને કર્મચારીઓથી ભારે નિરાશા અનુભવી રહી છે. આવી નિરાશા જ અંતે ઊથલપાથલ સર્જતી હોય છે. સ્થિર શાસન માટે વહીવટી કુશળતા તથા શુદ્ધ ન્યાયપ્રણાલી અનિવાર્ય છે.


Hand-picked Items Recommended by Us