• 0
  • No Items available
x

Budhhcharitra-chintan (બુદ્ધચરિત્રચિંતન)


Categories: Religion
Book Type: epub
Book Size: 604.56 KB | ISBN(13): 9789351750833
Download Sample Preview Book From Mobile


અહીંથી માનવ-ભગવાન પ્રથા શરૂ થઈ. ભારતમાં કોઈ રોકટોક ન હોવાથી રજનીશ અને અંબાલાલ પટેલ જેવા હજારો લોકો ભગવાન થઈ ગયા અને ભવ્ય મંદિરોમાં પુજાય છે. ખરેખર આ બધા ભગવાનો છે ખરા? આમાંના કોઈપણ માણસ-ભગવાને કોઈ પણ વૈજ્ઞાનિક જેટલું સત્ય પણ શોધ્યું નથી. ભૂગોળ-ખગોળ, અન્તરીક્ષ, વગેરે ચારે તરફનું સાચું સચોટ જ્ઞાન વૈજ્ઞાનિકોએ શોધ્યું છે તેટલું કોઈ કેવળજ્ઞાની કે ત્રિકાળજ્ઞાનીએ કેમ શોધ્યું નથી? લગભગ બધા જ કોઈ ને કોઈ રીતે યુવાધનને – ક્રીમવર્ગને જીવનથી ભગાડે છે કેમ? જે છે તેમાં સત્ય શોધવાનું છે કે જે નથી તેમાં ફાંફાં મારવાનાં છે? ઉપયોગિતાની દૃષ્ટિએ આ બધા માણસ-ભગવાનોએ માણસજાત માટે શું શોધ્યું છે? વીજળી શોધી હોત તોય મોટું કામ થાત! પ્રશ્ન એ થાય કે આ યોગીઓ – ભગવાનો ઉપયોગી કેમ નથી થઈ શક્યા? અને લોકોને પરલોક જેવા શંકાસ્પદ તત્ત્વ માટે કેમ રવાડે ચઢાવી દીધા? કેટલાક તો પરલોકની સારી સગવડો માટે ભલામણચિઠ્ઠીઓ પણ લખવા માંડ્યા હતા, હજી પણ લખતા હશે! ખરેખર તો લોકોને પરલોકમુક્તિ અપાવવી જોઈએ. દેશના યુવાધનને – ક્રીમને બચાવી લેવું જોઈએ.


Hand-picked Items Recommended by Us