• 0
  • No Items available
x

Budhdha Jatak Chintan 1 (બુદ્ધ-જાતક-ચિંતન: 1)


Categories: Religion
Book Type: epub
Book Size: 680.74 KB | ISBN(13): 3000000000060
Download Sample Preview Book From Mobile


જેને બૌદ્ધધર્મ અને બુદ્ધના અંગત જીવનને જાણવાની ઉત્સુકતા હોય તેને આ જાતકો વાંચવાથી કદાચ થોડોક લાભ થશે તેવી મારી માન્યતા છે. બુદ્ધ મહાન છે તેમાં મને જરાય શંકા નથી, તોપણ હિન્દુ અવતારો અને ઋષિઓ પણ મહાન જ છે. આમ તો બધા ધર્મપ્રવર્તકો મહાન જ હોય છે, તોપણ રાષ્ટ્ર, સમાજ અને પ્રજાજીવનના મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં કોણ કેટલા સહાયક થઈ શકે છે તે વિચારવું જોઈએ. “એકમાત્ર અમે સાચા છીએ” અથવા “બધા સાચા છે”—આ બંને વાતો પ્રશ્નો ઉપર ધૂળ નાખવા બરાબર છે. સત્ય તો શોધવું પડતું હોય છે—જેમ બુદ્ધે શોધ્યું હતું. માની લીધેલી માન્યતા હોય, પ્રત્યેક માન્યતા સત્ય હોય જ તેવું ન કહેવાય.


Hand-picked Items Recommended by Us