પોતાની જ કવિતાઓથી સૌને રસતરબોળ કરી નાખતા કવિ સુરેશ દલાલ જ્યારે કોઈ અંગ્રેજી કાવ્યનો આસ્વાદ કરાવે ત્યારે કળાનો ત્રિવેણી સંગમ થાય. મૂળ કાવ્ય, સુરેશ દલાલનો ભાવાનુવાદ અને તેમના જ દ્વારા થતો આસ્વાદ. અહી આ સંગમ વાચકો સમક્ષ રજૂ કરવાની સાથે-સાથે ચોથું પરિમાણ, સુરેશ દલાલના જ અવાજમાં તેની ઓડિયો ક્લિપ રજૂ કરીએ છીએ. કાવ્ય છે :
આઠમની ધોધમાર મધરાતે એક વાર, પાનીને અડીને પૂર વળશે. પાણીનીં ભીંત્યું બંધાઈ જાશે, ને તે’દિ ગોકુળને ગોવાળ એક મળશે. લીલુડાં વાંસ વન વાઢશો ના કોઈ, ને મોરપીંછિયુંને ભેળી કરાવજો… રોઈ રોઈ આંસુંની ઊમટે નદી તો એને કાંઠે કદંબવૃક્ષ વાવજો, વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો… કવિ માધવ રામાનુજનું આ