‘આજનો ઇ-શબ્દ’નો સતત પ્રયાસ ગુજરાતી ભાષાનાં કળા-સાહિત્યમાં પડેલા અખૂટ ખજાનાનો પરિચય કરાવવાનો રહે છે. સાહિત્ય ઉપરાંત ફિલ્મ જગતની પણ સફરે આપણે જઈ આવ્યાં. કવિ સુરેશ દલાલના કાવ્યાસ્વાદથી લઈને ‘પારકી થાપણ’ના વિદાયગીત સુધી.. અને તેમાં ઉમેરો કરતાં આજે આપણે જઈએ ગુજરાતી નાટ્યસૃષ્ટિ તરફ. ૧૯૭૦ના દસકામાં ધૂમ મચાવી દેનાર નાટક ‘સંતુ રંગીલી’એ ગુજરાતી કળા-સાહિત્ય જગત પર ઊંડી