કાજલ ઓઝા વૈદ્ય—પ્રમાણિક લેખીકા’, અગ્રગણ્ય સાહિત્યકાર, નાટ્યકાર અને નવલકથાકાર… ઉત્તમ વક્તા અને બીજું ઘણું બધું… નવલકથા, ટૂંકી વાર્તા, લેખો, અનુવાદ, સંકલન, પત્રો, કવિતા, નાટકો અને ઓડિયો બુક સાથે પચાસથી પણ વધારે પ્રકાશનો… એમનાં પોતાનાં શબ્દોમાં… ‘કવિતા લખવી એ મારે માટે શ્વાસ લેવા જેટલું અગત્યનું છે’ તે છતાં અત્યાર સુધી ફક્ત એક જ કાવ્ય સંગ્રહ એમણે આપ્યો છે: