આઠમની ધોધમાર મધરાતે એક વાર, પાનીને અડીને પૂર વળશે. પાણીનીં ભીંત્યું બંધાઈ જાશે, ને તે’દિ ગોકુળને ગોવાળ એક મળશે. લીલુડાં વાંસ વન વાઢશો ના કોઈ, ને મોરપીંછિયુંને ભેળી કરાવજો… રોઈ રોઈ આંસુંની ઊમટે નદી તો એને કાંઠે કદંબવૃક્ષ વાવજો, વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો… કવિ માધવ રામાનુજનું આ