‘આજનો ઇ-શબ્દ’નો સતત પ્રયાસ ગુજરાતી ભાષાનાં કળા-સાહિત્યમાં પડેલા અખૂટ ખજાનાનો પરિચય કરાવવાનો રહે છે. સાહિત્ય ઉપરાંત ફિલ્મ જગતની પણ સફરે આપણે જઈ આવ્યાં. કવિ સુરેશ દલાલના કાવ્યાસ્વાદથી લઈને ‘પારકી થાપણ’ના વિદાયગીત સુધી..
અને તેમાં ઉમેરો કરતાં આજે આપણે જઈએ ગુજરાતી નાટ્યસૃષ્ટિ તરફ. ૧૯૭૦ના દસકામાં ધૂમ મચાવી દેનાર નાટક ‘સંતુ રંગીલી’એ ગુજરાતી કળા-સાહિત્ય જગત પર ઊંડી છાપ છોડી છે. જ્યોર્જ બર્નાર્ડ શૉના ૧૯૧૨ માં પ્રથમવાર ભજવાયેલ નાટક ‘પિગ્મેલિયન’નું મધુ રાયકૃત ગુજરાતી સંસ્કરણ ‘સંતુ રંગીલી’ સૌ પ્રથમવાર ૧૬મી સપ્ટેમ્બર, ૧૯૭૩ના રોજ સૌ પ્રથમ વાર અમદાવાદમાં ભજવાયું. અને નાટક એ ૫૦૦થી વધુ શો કર્યા જેમા ૨૦૦ જેટલા શો માત્ર ૨ વર્ષના ટૂંકા સમયમાં…
ના, આપણે એ નાટક વિષે કોઈ અહેવાલ નથી આપવો. પણ એ નાટકને યાદ કરતાં તુરંત જ વિચાર આવે છે સરિતા જોશી દ્વારા અદભૂત રીતે ભજવાયેલ સંતુ રંગીલી પાત્ર અને તેમાં પણ પાંચ મિનિટની એકોક્તિ… નાટકમાં માસ્તર હિમાદ્રિવદનના કડક વલણથી અને શિક્ષાથી અકળાઈને સંતુ એકાંતમાં જ બોલી ઊઠે છે, ‘તારો ય વારો આવશે હિમાદ્રી, સંતુનો ય ડંકો વાગશે’! કહેવાની જરૂર નથી કે સરિતાબહેનને તે પાત્ર માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત થયો.
વાચકો માટે એ સમગ્ર એકોક્તિ અહીં માત્ર લખાણ જ નહીં, ઓડિયો વર્ઝનમાં પણ મૂકવામાં આવી છે. તો વાંચતાં વાંચતાં સાંભળો કે સાંભળતા સાંભળતા વાંચો…
ને સિપાઈને કેશે કે ઘોડું દોડાવો માસ્તરને ઘોડાના પૂંછડે બંધાવો કપડાં ઉતારવી ને ચાબખા મરાવો
તઈ સંતુ નો ડંકો વાગશે, તઈ સંતુ નો ડંકો વાગશે
ભૂંડો કરીને હેઠે નાખશે ને તલવારું મ્યાનમાથી કાઢશે
ને કેશે કે સંતુ… હુકમ કર
હું તો મરકી ને કહીશ કે જવા દ્યો, માસ્તરને મારવાનું રેહવા દ્યો
અને તું ભોંઠો પડીને કહીશ માફ કર, અને હું હસી પડીને કહીશ જા કામ કર
તારો ય વારો આવશે હિમાદ્રી, સંતુનો ય ડંકો વાગશે

નાટક રજૂ થયું તે સમયનું પોસ્ટર (એલ.પી. નું કવર)
અહીં તો આપણે માત્ર એકોક્તિની વાત કરી. પણ, નાટક વિષે સંપૂર્ણ અહેવાલ, રસપ્રદ વિગતો, નાટકની મૂળ શૉના ‘પિગ્મેલિયન’ નાટક તથા તેના પરથી બનેલી અઢળક ફિલ્મો સાથેની સરખામણીઓ અને બધાથી વધુ અગત્યનું, નાટકની સંપૂર્ણ ઓડિયો મિત્ર-સ્વજન માવજીભાઇ દ્વારા www.mavjibhai.com પર ‘યાદ રાખવા જેવું નાટક સંતુ રંગીલી’ પોસ્ટ પર મૂકવામાં આવી છે. આ ઉપરાંત મધુ રાયે લખેલ નાટકની પ્રથમ આવૃત્તિનો પ્રિવ્યુ ઇ-શબ્દના issuu એકાઉન્ટ પર.જરૂર મુલાકાત લો…
[ઓડિયો ક્લિપ અને એલ. પી. કવર – શ્રી ઉર્વીશ કોઠારી ના સૌજન્ય થી]
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
[Santu Rangili, Gujarati Natyasrushti, by Madhu Rye]
gujarati sahitya na mile stone sarikhu naatak……stage show
Yogen Bhatt
મૂળ ક્રુતિ કરતાય તેનુ અન્ય ભાષામા થયેલુ સંસ્કરણ ક્યાયે વધારે આગળ નીકળી જાય તેનુ જીવતુજાગતુ ઉદાહરણ એટલે બર્નાડ શોના પિગ્મેલિયનનુ મધુ રાયે કરેલુ ગુજરાતી રુપાંતર “ સંતુ રંગીલી”. Hats off, Madhu Rye. મારા આ ગમતા લેખક અને મારી આ પ્રિય ક્રુતિનો મૂળ અંગ્રેજીમા વાંચવાનો લ્હાવોતો લીધોજ છે પણ સાથેસાથે આ મહાન ક્રુતિના વિવિધ નાટ્ય અને ચલચીત્ર સ્વરુપો માણવાની તક પણ મને મળીછે. મુળ ક્રુતિ આશરે ઈ.સ. 1966 મા વાંચી. તે પછી સન ’73 મા I.N.T. નુ સંતુરંગીલી નાટક એકથી વધારે વાર જોવાની તક લીધી. ( તેના એડવાન્સ બૂકિંગ માટે પારેખ્સની બહાર લાગતી લામ્બી લામ્બી લાઈનો હજી યાદછે.). તે પછી રુપાલી સીનેમાના 70 mmના રુપેરી પડદે રજુ થયેલ My Fair Lady એ તો ખરેખર ચકાચૌધ કરી નાખ્યા હતા. છેલ્લેછેલ્લે ઈ.સ.1911મા My Fair Lady નાટ્ય સ્વરુપે અંગ્રેજીમા જોવાની તક પણ મળી. અહી કેનેડાના નાયગ્રાફોલ પાસે આવેલા Niagra on lake નામના એક ગામના ચાર નાટ્યગ્રુહોમા દરવર્શે એપ્રીલ થી ઓક્ટોબર માસ દરમ્યાન Shaw festival ઉજવાયછે. ( બે મહીના પહેલા બુકીંગ કરાવવુ પડે નહીતર ટીકીત ના ફાફા – પ્રજાનો નાટ્યપ્રેમતો જુઓ!!!). આ અગાઉ કુતુહલવશ “ સંતુ રંગીલી”.નામની અત્યંત નબળી ગુજરાતી ફીલ્મ જોવાનુ પણ બન્યુ હતુ જેના વીશે કશુ પણ ન લખવુજ બહેતરછે.
મારી કોમેન્ટમા આટલી લાબી પ્રસ્તાવના કરવાનો મુળ હેતુ .મધુરાય અને I.N.T. ના સંતુરંગીલી ને ભરપૂર દાદ આપવાનોછે. ઉપર જણાવેલ તમામ મા મને સૌથી વધુ અભિભુત આ નાટકે કર્યોછે તેમ કહેવામા જરાયે અતિશ્યોક્તિ નથી. પ્રવિણ અને સરીતા તે બેમા થી કોનો અભિનય વધારે ઉત્ક્રુશ્ટ તે કહેવુ અઘરુછે. તો શરદ સ્માર્ત પણ લગોલગ ઉભારહ્યાછે. મધુરાયે કરેલ નાટ્ય સંસ્કરણ લાજવાબછે. મુળ ક્રુતિને તેમણે તળપદી ગુજરાતીમા એવીતો ઓગાળી નાખીછેકે ક્યાયે તમને રુપાંતરનો ભાસ ન થાય. સુવાંગ મૌલિક ક્રુતિજ લાગે. “ કાળુડી કૂતરીને આવ્યા ગલુડીયા “ જેવા જોડકણાનો ઉપયોગતો કાબીલેદાદ છે.
સરીતબહેન ત્યારેતો તમે ઉત્ક્રુશ્ટ અભિનયનો ડંકો વગાડ્યોજતો પણ તેના પડઘા આજેપણ અમજેવા નાટ્યરસીકોના મનમા ગુંજ્યા કરેછે. જેમને આ અદ્ભૂત નાટક જોવાની તક નથી મળી તે નવી જનરેશન ના નાટ્યરસીક મિત્રોને http://www.mavjibhai.com ઉપર જઈને તેના ઓડીઓ રેકોર્ડિંગનુ શ્રવણ કરવાનો આગ્રહભર્યો અનુરોધછે.
– યોગેન ભટ્ટ. .
kalpana desai
ખૂબ ખૂબ આભાર. પ્રિય કલાકારનો અવાજ સાંભળીને થયેલો આનંદ વર્ણવી ન શકાય. કાશ એ નાટકના ઓડિયો સાથે વિડિયોનો પણ લાભ મળી શકત ! ધન્યવાદ.
Sarita joshi na avaj ni kamal j kamal
Ham to divane hai unake
surendra ashar
Santu and Sarita ..ek mek na peryay….aaj thi 40 varsh pehla INT Mumbai ma joelu and manelu..haju sushi ena drashyo ne dailoug yaad ave chhe..
Hats off..santu

Natak n joya no afasos pan sambhlya no aananad……