પ્રેમ કરવો એટલે બે માણસોએ એકમેક સાથે વૃદ્ધ થવા સંમત થવું તે… “A true relationship is two imperfect people refusing to give up on each other.” સુરેશ દલાલના થોડાં પ્રસન્ન દાંપત્યના કાવ્યો અને સાથે માણો એમના જ અવાજમાં આવાં એક કાવ્યનું પઠન…
ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીઓથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી લઉં!
અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા,
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો—
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…
વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં.
*
તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!
ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મુકાવ,
કોકના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.
આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય આવું સહિયારું;
ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પહેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.
તારી મેંદીમાં મારું ઊપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;
સોનલ કમળ અને રુપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!
ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે
લોકોનું કહેવું છે ડોશી તો આમ કરી
ડોસાને શાને બગાડે?
મસ્સાલા ચા અને ગરમાગરમ નાસ્તો
ડોશી ડોસાનો કેવો ખ્યાલ કરે છે.
નિયમ પ્રમાણે દવા આપે છે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે છે
કાનમાં આપે છે એવાં ઇન્જેક્શન
કે સિગરેટ શરાબ હવે છોડો
ડોસો તો પોતાના તાનમાં જીવે
ક્યારેક વહેલો આવે કે ક્યારેક મોડો
બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી તો ધાંધલ ધમાલ કરે છે.
ડોસો વાંચે અને ડોશીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ
લડે છે, ઝઘડે છે, હસે છે, રડે છે,
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દીવાલને ગુલાલ કરે છે.
પગમાં આવે જો ક્યાંક એકાદ પગથિયું
તો ડોસો ડોસીનો પકડી લે હાથ
ડોસો તો બેસે છે છાપાંને છાપરે
ને ડોસીને હોય છે રસોડાનો સાથ
આઠ-દસ દિવસ પણ જો છૂટાં પડે
તો બંને જણ ફોન પર ફરાળ કરે છે.
ડોસી કહે : ગાડી આજે મળશે કે નહીં? :
ડોસો ટૅક્સીમાં જાય પણ ગાડી આપે
કારણ કંઈ હોય કે કારણ નહીં હોય
પણ ડોસો મોંઘીદાટ સાડી આપે
આપવાનો ડોસાને એટલો આનંદ
કે પૈસાનો આમ એ ઉછાળ કરે છે
ડોસીને સાડીમાં મેચિંગ ગમે
ને ડોસાને કોન્ટ્રાસ્ટની માયા
એક જ આ ઘરમાં બંનેના રમ્યા કરે
તીખા તડકા ને મીઠી છાયા
ઝીણું ઝીણું ઝરણું વ્હેતું રે જાય
પણ દરિયામાં એવો જુવાળ કરે છે
ડોસાને કોઈ પૂછે કેટલા વાગ્યા
તો એ ડોસીની ઘડિયાળને કન્સલ્ટ કરે છે
ડોસો ને ડોસી બે ભેગા મળીને
કાળ જેવા કાળનું ઇન્સલ્ટ કરે છે
રિટાયર્ડ ડોસાને ફુરસદ ને ફુરસદ છે :
દિવસમાં લાખ વાર સવાલ કરે છે.
ડોસી તો સાંજે મંદિરમાં જાય
અને ડોસો તો જાય છે બારમાં
બંનેના રસ્તા લાગે છે જુદા
પણ અંતે તો એક છે સવારમાં
ડોસો ને ડોસી જાગીને જુએ તો
કાળ જેવા કાળને કંગાળ કરે છે.
ડોસા ને ડોસીનાં ચશ્માં બદલાય કદી
દૃશ્યો બદલાય વળી જુદા
ડોસી તો ધ્યાન-ધરમ, પૂજા-પાઠ કર્યા કરે
ડોસાને ખુદ એ જ ખુદા
મુદ્દાની વાત તો એટલી કે બુઢ્ઢાઓ
આયખાનો રેશમી રૂમાલ કરે છે
જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:www.e-shabda.com/blog
[Prassan Dampatyani Kavita: Poems by Suresh Dalal (Kamal Kare Chhe, Phul Pandadi Jevi, Naam Lakhi, Doso-Dosi), e-shabda blog posted on 3nd October 2014]
9 comments
Nirav
Awesome…..
surendra ashar
Superb…ame pan haji avij rite jiviye chhie
Avij rite akhu jivan gujariye ej ishwar ne prathna
Dipak
Kavitao to Sarash hoyaj … Pan emna
title pan etlaj sarash vanchtaj gami jaay evaa hoi che….
Nayan
Excellent
sangeeta
Vaah kya baat ….
What a web site … thnks n congratulations to u n ur team …. Cygnet
Awesome…..
Superb…ame pan haji avij rite jiviye chhie
Avij rite akhu jivan gujariye ej ishwar ne prathna
Kavitao to Sarash hoyaj … Pan emna
title pan etlaj sarash vanchtaj gami jaay evaa hoi che….
Excellent
Vaah kya baat ….
What a web site … thnks n congratulations to u n ur team …. Cygnet
Thanks a Lot Sangeeta Ji
Khub j saras
Vah vah
Khubj sarash van vah