નેપાળના ભૂકંપથી થયેલા મનુષ્યના મૃત્યુનો વિચાર કરું છું ને સ્મરણે ચઢે છે 26મી જાન્યુઆરી 2001નો કચ્છનો ભૂકંપ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિપદે સેવારત હતો. ભૂકંપગ્રસ્ત ભૂમિમાં દબાઈને હોમાઈ ગયેલા હજારો માનવીઓના અકાળ નિર્વાણ—બલિદાનથી હૃદય બળતું હતું. એ વખતે ‘આદિવચન’ મુખપત્રમાં મારું પુરોવચન લખવા માટે જે દુહો ટાંકેલો તે અહીં અપરિહાર્ય—અનિવાર્ય એવા મૃત્યુની વિગતોને ઉલ્લેખતા—આલેખતા દુહાઓ વિશેની
‘આજનો ઇ-શબ્દ’ તરફથી આપ સૌ વાચકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભ કામનાઓ… પુસ્તકપ્રકાશનક્ષેત્રે ઇમેજ પબ્લિકેશન્સે નિરાળી ઇમેજ ઊભી કરી છે. જોવા ગમે એવાં અને જીવન તેમ જ સાહિત્યને લગતા અનેકવિધ સંપાદનો પ્રકાશિત કરીને ગુજરાતી સાહિત્યને રળિયાત કર્યું છે. ગુજરાતી ભાષા-સાહિત્યની ખેવના પણ ઇમેજના હૈયે હંમેશ વસેલી છે. જેને અનુષંગે ભાષા-સાહિત્યના પ્રચાર-પ્રસાર અર્થ ઇમેજ નોખા અનોખા