નેપાળના ભૂકંપથી થયેલા મનુષ્યના મૃત્યુનો વિચાર કરું છું ને સ્મરણે ચઢે છે 26મી જાન્યુઆરી 2001નો કચ્છનો ભૂકંપ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિપદે સેવારત હતો. ભૂકંપગ્રસ્ત ભૂમિમાં દબાઈને હોમાઈ ગયેલા હજારો માનવીઓના અકાળ નિર્વાણ—બલિદાનથી હૃદય બળતું હતું. એ વખતે ‘આદિવચન’ મુખપત્રમાં મારું પુરોવચન લખવા માટે જે દુહો ટાંકેલો તે અહીં અપરિહાર્ય—અનિવાર્ય એવા મૃત્યુની વિગતોને ઉલ્લેખતા—આલેખતા દુહાઓ વિશેની
એક સવારે આંખ ખૂલે, ત્યારે તમને ખબર પડે કે હવે તમારી પાસે સાત દિવસ છે… જીવવા માટે! છેલ્લા સાત દિવસ… અને જો તમને એમ લાગે કે તમારે આ સાત દિવસ ખુશી-આનંદથી, મજા કરીને, શાંતિથી વિતાવવા છે. કોઈ જિજીવિષા, કોઈ ઇચ્છાઓ, કોઈ ઝંખનાઓ એવી નથી, જે પૂરી નહીં થાય તો આ શરીર છોડવાનું અઘરું બની જશે…