Category: ebook-eshabda

વાચનને વફાદાર – બીરેન કોઠારી

વૈવિધ્ય અને ગુણવત્તાથી સભર ‘સાર્થક જલસો’ નો દિવાળી અંક પ્રકાશિત થઈ ચૂક્યો છે. સાર્થક પરિવારના જ સ્થાપક સદસ્યોમાંથી એક બીરેન કોઠારી આપણી સમક્ષ વાત રજૂ કરે છે ‘વાચનને વફાદાર’ એવા ડાહીબેન પરમારની… ગાંધીજીએ ‘કોશિયા’ને પણ સમજાય એવી ભાષા વાપરવાનું સૂચન કર્યું હતું. જાણેઅજાણે ઘણા લેખકો પોતપોતાની સમજણ મુજબ આનો અમલ કરી રહ્યા છે. ઘણા તો Read More

At Image Mumbai, 2006

`યાદ આવે છે’ — સુરેશ દલાલ

સુરેશભાઈના જન્મદિને સોહમે પહેલા જ બે બ્લૉગ પોસ્ટ કરી દીધા છે. પણ એક ઓર સહી… (અપૂર્વ આશર) અમૃતા પ્રિતમના વિવિધ સાહિત્યપ્રકારોમાંથી ચયન કરીને સુરેશભાઈએ સંપાદિત કરેલું અમૃતાવિશેષ એ મારું ઇમેજ માટે તૈયાર કરેલું પહેલું પુસ્તક. એના ઉદ્ઘાટન માટે (૧૯૯૧) આવેલા અમૃતાજી અને ઇમરોઝ સુરેશભાઈને ઘરે જ રોકાયેલા. હું પણ ત્યાં જ હતો. કાર્યક્રમની સવારે ડાઇનિંગ Read More

જલસાનો માણસ – પન્ના નાયક

સુરેશને જ્યારે મારું પુસ્તક નિસ્બત અર્પણ કરવાનો વિચાર કરતી હતી ત્યારે મારે અર્પણપંક્તિ વિશે ઊંડો વિચાર ન કરવો પડ્યો. એ પંક્તિ સહજ જ સૂઝી: તું મિત્ર… મમતાભર્યો જીવન ને કવિતાભર્યો… મારી દૃષ્ટિએ સુરેશ એટલે મૈત્રીની મમતા અને કવિતા. મૈત્રી અને કવિતા આ બે શબ્દ દ્વારા માત્ર હું જ નહીં પણ અનેક મિત્રો અને કવિઓ સુરેશને Read More

જેણે મને જગાડ્યો… – અપૂર્વ આશર

ઇ-શબ્દ જેના વગર કદાચ શક્ય ન હોત તેવા શ્રીસુરેશ દલાલને તેમના ૮૨મા જન્મદિને આજનો ઇ-શબ્દ હૃદયપૂર્વક યાદ કરે છે. ઇ-શબ્દના સ્થાપક અપૂર્વ આશરના જ શબ્દોમાં આવો કવિની વધુ નજીક જવા પ્રયત્ન કરીએ… હેપ્પી બર્થ ડે સુરેશભાઇ…  જેણે મને જગાડ્યો તેને કેમ કહું કે જાગો, મારો તારી સાથ… … જેમની કવિતાઓ સાંભળી, જેમના મોઢે કવિતાઓ સાંભળી, Read More

ઊઘડતી દિશા – સંજય ચૌધરી

માણસ સ્વભાવથી એટલો કઠિન નથી હોતો જેટલો સંજોગો એને બનાવી દે છે. આપણા રોજબરોજના જીવનમાં એવા ઘણા પ્રસંગ બનતા હશે જ્યારે આપણે આસપાસ કોઈ ટ્રાફિક સિગ્નલ પર કે ફૂટપાથ પર કોઈ ગરીબ પરિવાર પોતાનાં ભૂલકાંઓ સાથે જોયો હોય અને આપણને સહજેય દયાભાવ જાગે અથવા મદદની ઇચ્છા થાય. પણ આપણે આપણા જીવનમાં એટલા ખોવાઈ ગયા હોઈએ Read More

ડોલરિયા દેશની કોલમિસ્ટની ડાયરીનું પાનુ – ધૃતી સંજીવ

ગુડ મોર્નિંગ… આજે તો કોલમ લખવી પડશે. સમરમાં ડોલરિયા દેશમાં સોશિયલ ગેધરીંગમાંથી નવરા જ ના પડાય…યુ નો! આ વખતે તો કોલમ જ રહી ગઈ! દર બીજા અઠવાડિયે મોકલવાની… એમાં શું? હમણાં લખી નાખીશ. પહેલાં એક કપ ચાય બનાવી દઉં. ચાય જોડે તો ભાખરી કે થેપલું હોય તો જ ગમે. બ્રેડ, ઓટમીલ અને બીજી બધી સિરીયલસ Read More

પ્રસન્ન દાંપત્યની કવિતા — સુરેશ દલાલ

Suresh Dalal and Sushila Dalalપ્રેમ કરવો એટલે બે માણસોએ એકમેક સાથે વૃદ્ધ થવા સંમત થવું તે… “A true relationship is two imperfect people refusing to give up on each other.” સુરેશ દલાલના થોડાં પ્રસન્ન દાંપત્યના કાવ્યો અને સાથે માણો એમના જ અવાજમાં આવાં એક કાવ્યનું પઠન… Read More

ગાંધીજીની આત્મકથા… શું તમે ખરેખર વાંચી છે?

કોઈને વાંચનનો શોખ હોય અને પૂછો કે તમારું મનપસંદ પુસ્તક કયું? તો મોટા ભાગના લોકો ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ કહેશે. પરંતુ, આ પુસ્તક ‘વાંચ્યું છે’ એવું કહેતા અને ખરેખર વાંચ્યું હોય તેવા લોકોના આંકડા વચ્ચે ખાસ્સું અંતર છે.  ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ [to buy click here], પાંચ ખંડો, ૧૬૭ પ્રકરણો, દરેક ખંડમાં ૮૦ થી ૧૦૦ Read More

Shahbuddin Rathod

સબ સે ઊંચી પ્રેમ સગાઇ — શાહબુદ્દીન રાઠોડ

શાહબુદ્દીન રાઠોડના તાજેતરમાં ‘ઇમેજ’ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ચાંદો ઊગ્યો ચોકમાં’થી એક સદાબહાર હાસ્યનિબંધ… આ પુસ્તકની ઈ-બુક ઈ-શબ્દ પર ઉપલબ્ધ છે. Read More

ગરાસણી — ઝવેરચંદ મેઘાણી

ગરાસણી — ઝવેરચંદ મેઘાણી “ગેમાભાઈ! આ દીકરીને આજ એને સાસરે મૂકવા જાવાં છે. તમે સાથે જશો ને?” “ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ-પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજાં સપારડાં ઘણાં છે.” ઢોલિયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો જવાબ દેનાર આ Read More

હું મૃત્યુને ઓળખું છું —કાજલ ઓઝા વૈદ્ય

આજે 29 સપ્ટેમ્બર… કાજલ ઓઝા વૈદ્યનો જન્મદિવસ… આજના દિવસે આવો લેખ!! જવાબ માટે વાંચો મૃત્યુની આંખમાં આંખ નાખીને સ્મિત કરવાનો દાવો કરતી લેખિકાના જ શબ્દો… Read More

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ… હેપ્પી બર્થ ડે હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેનું નામ માત્ર ગુજરાતી સાહિત્યનાં રસિકોને જ ખબર હોય એવું કદાચ બને, પણ તમને ગુજરાતી ભાષા આવડતી હોય અને તમે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ ગઝલ ન સાંભળી હોય કે વાંચી હોય એવું જવલ્લે જ બને. ‘આજનો ઇ-શબ્દ’ હરિન્દ્રભાઈ ને શ્રદ્ધાંજલી અર્પતાં તેમની ખૂબ વખાણાયેલી કવિતા ‘ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ..’ તેમના જ અવાજમાં, સ્ક્રીન પર તેમના હસ્તાક્ષર અને તેમની દુર્લભ તસવીરોની સાથે માણવા આપને આમંત્રણ આપે છે. સાથે ઑડિયોમાં શરૂઆતમાં કવિ સુરેશ દલાલે કવિ સમ્મેલનમાં આપેલો હરિન્દ્રભાઈનો ટૂંકો પરિચય. Read More

Santu Rangili, Sarita Joshi, Madhu Rye

ચાલો જઈએ ગુજરાતી નાટ્યસૃષ્ટિના સુવર્ણકાળમાં… ‘સંતુ રંગીલી’ની સાથે…

‘આજનો ઇ-શબ્દ’નો સતત પ્રયાસ ગુજરાતી ભાષાનાં કળા-સાહિત્યમાં પડેલા અખૂટ ખજાનાનો પરિચય કરાવવાનો રહે છે. સાહિત્ય ઉપરાંત ફિલ્મ જગતની પણ સફરે આપણે જઈ આવ્યાં. કવિ સુરેશ દલાલના કાવ્યાસ્વાદથી લઈને ‘પારકી થાપણ’ના વિદાયગીત સુધી.. અને તેમાં ઉમેરો કરતાં આજે આપણે જઈએ ગુજરાતી નાટ્યસૃષ્ટિ તરફ. ૧૯૭૦ના દસકામાં ધૂમ મચાવી દેનાર નાટક ‘સંતુ રંગીલી’એ ગુજરાતી કળા-સાહિત્ય જગત પર ઊંડી Read More

સં–જીવનસૂત્ર… અંકિત ત્રિવેદી

પોતાના વખાણ પોતે જ કરવાં એ કેટલું યોગ્ય? પરંતુ અહીં એવું નથી. અહીં તો કોઈકના દ્વારા મળેલી પ્રસંશાને એક સંસ્થા-ટીમ વતી માણવાની વાત છે. વાત એમ છે, કે ભારતના પ્રકાશકોની સહિયારી માતૃસંસ્થા ‘ધી ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લીશર્સ (The Federation of Indian Publishers) દ્વારા નવભારત સાહિત્ય મંદિર માટે ડિઝાઇન કરેલ કવિ અંકિત ત્રિવેદી દ્વારા સંપાદીત પુસ્તક Read More

માણસોનાં પ્રકારો… પ્રકારોમાં માણસો…

હાસ્યરસ લઈને હાજર છે આજનો ઇ-શબ્દ. લેખક અંકિત ત્રિવેદીની કલમે વાંચો આ રંગબેરંગી દુનિયામાં કેવા કેવા લોકો હોય છે. અને હા, તમને એ પ્રકારો ના ખબર હોય તો ય ચિંતા નહી, Facebook અને WhatsApp વાપરતા હશો તો બસ છે… આજની ભાષામાં પ્રસ્તુત છે ઇ-શબ્દ પર…  માણસ માત્રમાં મને રસ! તોય એ માણસોથી સંબંધોને જાય છે Read More

1 2 3