પૂછ્યું મેં – ‘વૃક્ષ મોટું બીજમાંથી થાય કઈ રીતે?’ મને ચૂમી ભરીને એ કહે કે, ‘આમ થાય છે!’
વાસ્તવિક દુનિયાની ઘટનાઓ સાથે હૃદયની ભાવનાઓને બહુ સહજ શબ્દોથી કાવ્યસ્વરૂપે જોડી આપતા કવિ રમેશ પારેખનું ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં એક આગવું સ્થાન છે. કવિ સુરેશ દલાલના બે જ વાક્યોમાં, “સર્જકતાથી ફાટફાટ થતો કવિ. ગુજરાતી નવી કવિતા પર છવાઈ ગયેલો કવિ.” રમેશ પારેખની શૈલી સરળમાં ઘણું કહી દેવાની. ભાવજગતથી માણસને ઓળખાતા મોરારીબાપૂએ તેમના માટે એમ કહ્યું હતું કે આ કવિ કઇંક ભાળી ગયેલો કવિ છે.
‘આજનો ઇ-શબ્દ’ આજે તેમના ૭૪મા જન્મદિને રમેશભાઈનું સ્મરણ કરતાં આપ સૌ સમક્ષ તેમની કેટલીક ચૂંટેલી કવિતાઓ રજૂ કરે છે. સાથે જ, રમેશ પારેખનો પોતાના જ કાવ્ય ‘આંખોમાં આવી રીતે…’ના પઠનનો વિડીયો , તેમના હસ્તાક્ષર, અને બીજું ઘણું …
Leave a Reply