સુરેશભાઈના જન્મદિને સોહમે પહેલા જ બે બ્લૉગ પોસ્ટ કરી દીધા છે. પણ એક ઓર સહી… (અપૂર્વ આશર)
અમૃતા પ્રિતમના વિવિધ સાહિત્યપ્રકારોમાંથી ચયન કરીને સુરેશભાઈએ સંપાદિત કરેલું અમૃતાવિશેષ એ મારું ઇમેજ માટે તૈયાર કરેલું પહેલું પુસ્તક. એના ઉદ્ઘાટન માટે (૧૯૯૧) આવેલા અમૃતાજી અને ઇમરોઝ સુરેશભાઈને ઘરે જ રોકાયેલા. હું પણ ત્યાં જ હતો. કાર્યક્રમની સવારે ડાઇનિંગ ટેબલ પર બેસીને અમૃતાજી સાંજના કાર્યક્રમ માટે સ્પીચ લખતાં એ મુગ્ધભાવે જોયા કરતો હતો… એ હસ્તપ્રતની એક નકલ આજ સુધી મેં સાચવી રાખેલી. આખી હસ્તપ્રત આ જ બ્લૉગ પર ફરી કદીક, પણ આજે અમૃતાજીએ સુરેશભાઈને આપેલી અંજલી એમના જ હસ્તાક્ષરમાં વાંચો…
અમૃતા પ્રીતમે એમનાં પ્રતિભાવમાં સુરેશભાઈને માટે કહેલા શબ્દો એમના પોતાના હસ્તાક્ષરમાં…
કહતે હૈં કિસી પ્રાચીન કાલ મે એક ઋષિ હુએ થે, ઉન્હોંને ઈશ્વર સે સિર્ફ એક વરદાન માંગા થા કિ મૈં જો કુછ દો હાથોં સે અર્જિત કરું, ઉસે હજાર હાથોં સે બાંટ દૂં. ઔર મૈં કહ સકતી હૂં કિ આજ કે જમાને મેં યહ વરદાન સુરેશ દલાલ જી કો મિલા હૈ. વહ અપને અક્ષર ઔર દુનિયાભર કે દર્દમન્દોં કે અક્ષર દો હાથોં સે અર્જિત કરતે હૈં, ઔર હજાર હાથોં સે બાંટ દેતે હૈં. ઉનકી કવિતા કી એક પંક્તિ આપકે સામને રખતી હૂં— કિ `આખિર મેં કોઈ મેરે સાથ નહીં ચલેગા, સિર્ફ યહ રાહ મેરે સાથ ચલેગી…’
મારી સાથે છેવટ સુધી ચાલે એવું કોઈ નથી.
એક રસ્તો છે.
મારી સાથે છેવટ સુધી બોલે એવું કોઈ નથી.
એક દર્પણ છે.
મારી સાથે છેવટ સુધી ગાય એવું કોઈ નથી.
એક મૌન જ છે.
ઑક્ટોબર ૨૦૦૬માં સુરેશભાઈના ૭૫માં પ્રવેશ નિમિત્તે એક ચિત્રમય જીવનકથાનું સંકલન કર્યું હતું સુરેશની સાથે સાથે… એમાંથી થોડા ફોટોગ્રાફ્સ…
જન્મ- ૧૧ ઑક્ટોબર ૧૯૩૨, મંગળવાર, રાત્રે ૨૦.૩૪, થાણા,
લગ્ન- સુશીલા અને સુરેશ દલાલ, ૧૧ મે ૧૯૬૦
હસ્તાક્ષરમાં કવિતા
ફ્રેમ ભલે બદલાય, પણ દૃષ્ટિ એની એ જ…
પુસ્તક અખંડ ઝાલર વાગેને સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો તેના સન્માનમાં ઇમેજ તરફથી એક કાર્યક્રમ યોજાયેલો. હું એમની સાથે ઘરે જ હતો. રાબેતા મુજબ સવારે પોતાના ભાષણના કાર્ડ્સ તૈયાર કરતા મને બતાવતા હતા. ત્યારે આજે કયા કાવ્યનું પઠન કરું એની ચર્ચા કરતા કહેલું કે એમને ફક્ત એક જ કાવ્યનું પઠન કરવાનું કહેવામાં આવે તો `કોઈ રસ્તાની ધારે ધારે’ પસંદ કરે. એ દિવસે એમણે બે કાવ્યો રજૂ કર્યા હતા. તેના વિડીયો આ સાથે… [નોંધ: બંને વિડીયો ક્લીપ્સમાં શરૂઆતની થોડી સેકન્ડ્સનું સંબોધન એડીટ કરીને ઉમેરવામાં આવ્યું છે તેથી એટલો ભાગ એક સરખો જ છે, પણ આગળ અલગ અલગ કાવ્યો છે.]
શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે?
કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા
એને કહો ખોલશો ક્યારે?
રાહુ ચંદ્રને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.
સૂર્ય, ગુર કે કેતુ મંગળ:
અમને કાંઈ સમજ નહીં,
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.
એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે?
— તમે અમારું ભાવિ કહેશો ક્યારે
શયામ તમે અવ સાચું કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીયે થાય ખરું કે નહીં?
અમે તમારી આગળ પાછળ
આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીયે થાય ખરું કે નહીં?
શયામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે
ને કયા જનમમાં સગપણ ફળશે
રે, ક્યાં લગી આ જીવ ટળવળશે?
— મને કૈં કહેશો ક્યારે?
6-1-1983
તારી રાહ જોઉં છું.
ઊડતાં ઊડતાં પંખીઓ પણ તારું નામ પુકારે
તારી રાહ જોઉં છું.
સૂરજ તારું નામ લઈને સાંજે ડૂબી જાતો.
કદીક આવશે તું: એવા અગમતણા અણસારે
તારી રાહ જોઉં છું.
મેં તો તારા નામની મીઠી કમલકટોરી પીધી.
રાતની નીરવ શાંતિ: એના રણઝણતા રણકારે
તારી રાહ જોઉં છું.
Touched
superb….kavita ane sureshbhai ….